Manish Sindhi
21.5K subscribers
17.6K photos
1.04K videos
7.03K files
9.21K links
Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
Download Telegram
Manish Sindhi
Photo
*Morning Musings*

રોમન સમ્રાટ અને સ્ટોઇક (Stoic) ફિલસૂફ માર્કસ ઓરેલિયસ (Marcus Aurelius) નું વિચારપ્રેરક વાક્ય (Quote) આપેલું છે:
"Before judging someone, ask: Do I carry the same flaw?"

*કોઈની નિંદા અથવા મૂલ્યાંકન (judge) કરતા પહેલાં પોતાને પૂછો: શું મારામાં પણ એ જ ખામી છે?*



આ વિચાર આપણને બીજાઓ પર આંગળી ચીંધતા પહેલાં પોતાના આત્મનિરીક્ષણ (Self-Introspection) તરફ દોરી જાય છે.


જીવનમાં ઘણીવાર આપણે બીજાની ભૂલો કે ખામીઓ ખૂબ જ ઝડપથી જોઈ શકીએ છીએ, પરંતુ પોતાની ખામીઓ પ્રત્યે અંધ બની જઈએ છીએ.


કોઈપણ વ્યક્તિ વિશે નકારાત્મક અભિપ્રાય બાંધતા પહેલાં કે તેનો વાંક કાઢતા પહેલાં, આપણે પોતાની જાતને એક સવાલ પૂછવો જોઈએ — "જે ખામી કે ભૂલ માટે હું સામેવાળી વ્યક્તિને દોષ આપી રહ્યો છું, શું એ જ ખામી મારા પોતાના સ્વભાવ કે વર્તનમાં નથી?"


*મુખ્ય સંદેશ (Core Message)*

*આત્મનિરીક્ષણ (Self-reflection):*

જ્યારે આપણે કોઈ વ્યક્તિને ક્રોધી, સ્વાર્થી, અથવા અહંકારી કહીએ છીએ, ત્યારે માર્કસ ઓરેલિયસ સૂચવે છે કે આપણે રોકાઈને વિચારવું જોઈએ. શું આપણે ક્યારેય ક્રોધ કે સ્વાર્થ નથી દર્શાવ્યો?


ઘણીવાર આપણને બીજામાં એ જ વાતો વધારે અકળાવે છે જે આપણા પોતાના સ્વભાવમાં પણ છુપાયેલી હોય છે.


સહાનુભૂતિ અને દયા (Empathy and Compassion): જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે માણસ તરીકે આપણામાં પણ ભૂલો અને ખામીઓ છે, ત્યારે સામેવાળી વ્યક્તિ પ્રત્યે આપણો ગુસ્સો કે નફરત ઓછી થઈ જાય છે. આપણને સમજાય છે કે કોઈ સંપૂર્ણ નથી.


પોતાના સુધારા પર ધ્યાન (Focus on Self-Improvement): સ્ટોઇક ફિલસૂફી (Stoicism) માં માનવામાં આવે છે કે આપણું નિયંત્રણ માત્ર આપણા પોતાના વિચારો અને વર્તન પર જ છે, બીજાના વર્તન પર નહીં. બીજાઓની ભૂલો ગણવા કરતાં પોતાની ભૂલો શોધીને તેને સુધારવી એ વધુ બુદ્ધિમાની છે.



જીવનમાં આ વિચારનો ઉપયોગ:

૧. *સંબંધોમાં સુધારો:* ઘરમાં કે મિત્રો સાથે જ્યારે પણ વાદ-વિવાદ થાય, ત્યારે સામેવાળાની ભૂલ કાઢતા પહેલાં પોતાની ભૂલ સ્વીકારવાની માનસિકતા કેળવાય છે.
૨. *વિવેચન ઘટાડવું* (Non-judgmental attitude): બીજાની ગોસિપ (ચડી-ચોગલી) અથવા નિંદા કરવાની આદતમાંથી મુક્તિ મળે છે.
૩. *નમ્રતા (Humility):*

આ વિચાર વ્યક્તિમાં અહંકાર દૂર કરીને નમ્રતા લાવે છે.
ટૂંકમાં, આ વિચાર આપણને "બીજાના ન્યાયાધીશ (Judge) બનવા કરતાં પોતાના શિક્ષક બનવાની" પ્રેરણા આપે છે

*Happy Morning*
👌8❤1
✨ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર ✨
🔊 CCE 2.0 માં જગ્યાઓ વધવાની પૂરેપૂરી શક્યતાઓ... 🎯
💼 આ સાથે જ, પંચાયત ભરતી બોર્ડ તરફથી પણ ટૂંક સમયમાં એક મોટા અને સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે! ☺️👍🏻
🎯 એક સંકલ્પ, એક જ લક્ષ્ય:
🪔 લક્ષ્ય ૨૦૨૭:
આવતી દિવાળી કોઈ સરકારી કચેરીમાં સારી પોસ્ટ ઉપર ઓફિસર તરીકે ઉજવવાની છે. તે માટે આ વખતે એવી જોરદાર મહેનત કરી લો કે બીજીવાર આ જ પુસ્તકો ફરી ખોલવા ન પડે! 📖❌

💪🏻 બસ, આ જ સ્વપ્નને પૂરું કરવા માટે આ વખતે તમારી પૂરેપૂરી તાકાત લગાવી દો અને ખૂબ જ દિલથી મહેનત કરી લો. મહેનત એવી હોવી જોઈએ કે ભવિષ્યમાં ફરી ક્યારેય આ જ પરીક્ષા માટે મહેનત ન કરવી પડે!
🔥 Keep Hustling! તમારી મહેનત જ તમારું ભવિષ્ય બદલશે.
All the very best! 👍🏻💯
🔥11❤4
ViewFile.pdf
4.8 MB
મંડળની જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી
ViewFile.pdf
3.5 MB
મંડળની જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- A ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી

#GSSSB #CCE #LIST
CCE Group A cut off
👍1
CCE Group B cut off
👍1
CCE CUTOFF GROUP A

Male Cut off
GENERAL 118.37
EWS 110.98
SEBC 111.42
SC 110.96
ST 95.08
EX Serviceman 60

Female Cut off
GENERAL 112.75
EWS 107.43
SEBC 104.98
SC 106.19
ST 92.99

CCE CUTOFF GROUP B

MALE CUT OFF
GENERAL 113.87
EWS 103.69
SEBC 106.56
SC 106.03
ST 88.78
EX Serviceman 60

Female Cut off
GENERAL 107.64
EWS 97.31
SEBC 99.03
SC 100.44
ST 86.94

#GSSSB #CCE #CUTOFF
❤4
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html

Provisional Answer Key
જા.ક્ર.:૩૪૯/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર/સેનેટરી સબ ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની તા.૦૧-૦૨/૧૧/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisiondl Answer Key
cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના


#GSSSB #PAK
❤2
❤1
Manish Sindhi
Photo
*વીમ હોફ-*
*ભારતીય ઋષિમૂનીઓ* ;-
અપવાદ નિયમ ન બની શકે :-

(નૈતિક ઓઝા)

2007ની સાલ- 26 જાન્યુઆરીના રોજ નેધરલેન્ડનો એક રમતવીર અનોખા પ્રકારની દોડ લગાવીને જઞતને ચોંકાવી દે છે. ઞીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ નક્કી કરનાર ટીમ , ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફીની ટીમ આ હેરત પમાડનાર દોડવીરને જબ્બર કવરેજ આપે છે. વીમ હોફ નામનો આ ખૂબ મજબુત એથલિટ આર્કટિક સર્કલ- ફીનલેન્ડ પાસે બરફ ઉપર હાફ મેરેથોન દોડ લઞાવે છે અને એ પણ ઉઘાડા પઞે અને ઉઘાડા શરીરે ! આ વીર વીમ હોફ બરફના ઠંડા પાણીમાં કલાકો સુધી તરી શકે છે.

જયારે વીમ હોફને આ શક્તિનું રહસ્ય પુછવામાં આવે છે ત્યારે વીમ હોફ સખ્ત શારિરિક શ્રમ તો બરાબર પણ શ્વાસની કસરતો, કરામત અને ટેકનિક આવી શક્તિઓ વિકસાવી શકે છે, વધારી શકે છે. વીમ હોફ કબૂલ પણ કરે છે કે બૌદ્ધ લામાઓએ વિકસાવેલ અમુક શ્વસન ક્રિયાઓ અને પ્રાચીન ભારતીય પ્રાણાયમ- ધ્યાનનો અભ્યાસ કરીને વીમ હોફે પોતે વીમ હોફ બ્રીધિંગ મેથડ શોધી છે, અપનાવી છે.

વીમ હોફ શ્વસન ટેકનિક એટલે આમ તો ભારતીય પ્રાણાયમના નિયમિત અને લાંબા અભ્યાસથી રોઞ પ્રતિકારક શકિત અને આપણી નર્વસ સિસ્ટમ પર આપણો ખુદનો કાબુ મેળવી શકાય છે. ઉંડા શ્વાસ ધીમે ધીમે લેવા, અંદર રોકવા, ધીમે ધીમે બહાર કાઢવા, બહાર રોકવા એ સરળ પ્રાણાયમ ઞણાય છે. ઉપરાંત અનુલોમ, વિલોમ પ્રાણાયમ સરળ અને સહજ ઞણાય છે. અનેક પ્રકારની પ્રાણાયમ પધ્ધતિઓ હોવાનું આપણે તો જાણતા જ હોઇએ કારણકે આપણો વારસો છે. વીમ હોફ બરફ કે ઠંડા પાણીમાં આવી શ્વાસ કસરતો વિવિધ પધ્ધતિઓથી કરતો અને કરે છે. અનેક બૌદ્ધ ધર્મી લામાઓ કે
હિન્દુ ૠષિઓએ પ્રાણાયમથી હાંસલ કરેલ સિદ્ધિઓ તો ચર્ચાતી રહે છે.

ઉત્ક્રાન્તિ ક્રમમાં હોમો સેપિયન્સ સેપિયન્સ એટલે કે માણસ- આપણે વિકસતા પહેલા કે વિકસવાના સમયે અનેક પડકારોનો સામનો કરતા હતા. 'ખાઇ જાઓ કે ખવાઇ જાઓ' જેવા ખેલમાં આપણા શરીર અને ખાસ કરીને દિમાગે ફાઇટ ઓર ફ્લાઇટ મોડ પર રહેવું ફરજિયાત હતું. સર્વાઇવલ- અસ્તિત્વ સંઘર્ષ- નેચરલ સિલેક્શન. એ કારણસર આપણા દિમાગમાંથી તણાવ હોર્મોન- કોર્ટિસોલનો સ્ત્રાવ થતો, થાય છે. કોર્ટિસોલ તનાવ ઉપરાંત સ્ટીરોઇડ હોર્મોન પણ ઞણાય છે.

હવે આપણા માટે વાઘ- સિંહ વઞેરેનો એવો ભય તો રહ્યો નથી.હવે શિકાર થઈ જવાનો ભય નથી. તણાવ અને ભયના સ્વરુપ તો બદલાયા પણ જંઞલી જીવન કરતા હવે આપણે સુરક્ષિત તો છીએ આપણા શરીર અને દિમાગની રચના તો ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સના પાયા પર જ રચાઇ છે. યોગ્ય માત્રામાં સરળ પ્રાણાયમ અને ધ્યાન કોર્ટિસોલનું સ્તર સંતુલિત કરે છે. ડોપામાઇન, સેરેટોનિન જેવા દિમાગી રસાયણોના સ્ત્રાવમાં ખુબ ઉપયોઞી પૂરવાર થાય છે. થોડો સમય બહાર શ્વાસ રોકવાથી આપણી વેઞાસ નર્વ દિમાગને સબ સલામતનો સંદેશો પાઠવે છે અને સ્ટ્રેસ ઘટે છે. એ જ રીતે શ્વાસ રોકવાથી થોડા સમય માટે ઓક્સિજન સ્તર ઘટે, અલ્પકાલિન સ્ટ્રેસ કોષોને મજબુત બનાવે અને નવા રક્તકણો બનવાની પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે. ધીમે અંદર લીધેલા અને થોડો સમય અંદર રોકેલ શ્વાસ ફેફસા, શ્વસનતંત્ર મજબુત બનાવે, એડ્રનાલિન હોર્મોન સ્તર વધારે જે દિમાગ અને રોઞ પ્રતિકારક શકિત માટે ફાયદાકારક બને. સેરેટોનિન અને ડોપામાઇનનો સ્ત્રાવ- સ્તર સંતુલિત કરવામાં ખુબ મદદરૂપ બને. આ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ પ્રક્રિયા ઞણાય છે. પાચનતંત્રને ફાયદાકારક છે. વીમ હોફ પ્રાણાયમમાં અવનવી બીજી તરકીબો ઉમેરે છે.

ઉપરોકત વાત કર્યા બાદ
ખાસ કહેવું છે કે વૈજ્ઞાનિકો- તબીબોનો બહુ મોટો વર્ગ
વીમ હોફ બ્રીધિંગ મેથડને
જોખમી ઞણાવે છે. ઘણા લોકોને વીમ હોફ ટેકનિકને કારણે હાર્ટ એટેક આવ્યા હોય કે જ્ઞાનતંતુઓની બીમારીઓ થઈ હોવાના દાખલા નોંધાયા છે.

આપણે પણ પ્રાચીન ૠષિમૂનીઓ કે તિબેટીયન લામાઓ જેવી સિદ્ધિઓ હાંસલ કરી લેવાની લાલસા કે લોભથી ખાસ બચવા જેવું ખરું. શકય હોય તો યોઞ તજજ્ઞનું માર્ગદર્શન મેળવીને કે પછી થોડી માત્રામાં પ્રાણાયમ- ધ્યાન ફાયદાકારક છે જ. સરળ, સહજ હોય એવા પ્રાણાયમ. બાકી વીમ હોફ અપવાદ ઞણાય. અપવાદ નિયમ ન બને. અખતરામાં ખતરો ઉભો થઇ જાય. સરળ પ્રાણાયમ- ધ્યાન ફાયદાકારક છે જ પણ શારિરિક સક્રિયતાનો વિકલ્પ નથી એ પણ નોંધ લેવી રહી.

લાંબા જોડે ટુંકો જાય,
મરે નહીં તો ય, માંદો થાય.

*નૈતિક ઓઝા*
❤8
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


વૈચારિક પ્રગતિનો અર્થ માત્ર વધુ જ્ઞાન મેળવવો નથી, પણ જૂના જ્ઞાનને નવી નજરે જોવાની ક્ષમતા કેળવવવાનો છે.


ધારો કે વર્ષો પહેલાં તમે કોઈ પુસ્તક વાંચ્યું હતું. એ તમને એટલું ગમ્યું હતું કે તમે દરેક મિત્રને તેની ભલામણ પણ કરતા હતા.

હવે ધારો કે વર્ષો પછી તમે એ જ પુસ્તક ફરી વાંચો. અને તમને એ જ અનુભવ ફરી થાય, જ્યારે તમે પહેલીવાર વાંચ્યું ત્યારે થયો હતો.

એ જ વાતો તમને એટલી જ ઊંડી લાગે. એ જ વાક્યો તમને એ જ રીતે સ્પર્શે. એ જ વિચારો તમને એ જ રીતે સાચા લાગે, તો કદાચ તમારે તમારી જાત પર સવાલ કરવો જોઈએ; પુસ્તક તો ત્યાંનું ત્યાં છે, પણ તમે ત્યાંથી ખસ્યા છો કે નહીં?


કારણ કે સાચી પ્રગતિનો એક બહુ વિશ્વસનીય સંકેત એ નથી કે આપણે કેટલાં પુસ્તકો વાંચ્યાં છે, કેટલી માહિતી ભેગી કરી છે કે કેટલું શીખ્યા છીએ. સાચો સંકેત એ છે કે જૂની ચીજોને આપણે હવે નવી આંખોથી જોઈ શકીએ છીએ કે નહીં..?

જે પુસ્તક ક્યારેક આપણને દુનિયાનું સૌથી ઉત્તમ લાગતું હતું, એ જ પુસ્તક વર્ષો પછી આપણને કદાચ અધૂરું લાગે, ક્યાંક નાદાન લાગે, ક્યાંક અતિસરળ લાગે, અથવા એની કેટલીક વાતો સાથે આપણે અસહમત થઈ જઈએ, તો માનવું કે પુસ્તકે સાચી અસર કરી છે.

ગમતા પુસ્તક, ગમતા વિચાર કે ગમતા અહેસાસથી મોટા થઈ જવું તે અસલી વૈચારિક પ્રગતિ છે.


*Happy Morning*
👏7❤2
શુભ ધનતેરસ

માઁ લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ઉત્તમ આરોગ્ય, ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એ જ અભ્યર્થના સાથે ધનતેરસના પાવન પર્વની આપશ્રીને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
❤14
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


કોન બનેગા કરોડપતિમાં પેરેન્ટિંગ અંગે રસપ્રદ સંવાદ સાંભળ્યો. તેમાં રણબીર કપૂરે કહ્યું કે તેમના પિતા ઋષિ કપૂર તેની ફિલ્મોની સતત ટીકાત્મક સમીક્ષા કરતા હતા. રણબીરના મતે, તેઓ કદાચ એવું માનતા હતા કે આ આલોચનાથી દીકરાને કારકિર્દીમાં ફાયદો થશે.

પણ અમિતાભે કહ્યું કે ટીકા કરવા માટે તો આખી દુનિયા તૈયાર છે, તેથી એક પિતા તરીકે તેમણે અભિષેકની ક્યારેય આલોચના કરી નથી.

આ બંને પિતાઓના અભિગમમાં પોતપોતાની રીતે સંતાનની કારકિર્દી પ્રત્યેની નિસબત છે.

ઋષિના અભિગમમાં એક સકારાત્મક પાસું છે; કામમાં માત્ર પ્રશંસા જ મળતી રહે, તો વ્યક્તિ પોતાની મર્યાદાઓથી અજાણ રહી જાય. યોગ્ય સમયે મળેલી સાચી અને રચનાત્મક ટીકા વ્યક્તિના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

અહીં ટીકા અને મૂલ્યાંકનમાં તફાવત છે. જો બાળકને સતત એવું લાગે કે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં માતા-પિતા સંતુષ્ટ નથી, ત્યારે તેની અંદર આત્મવિશ્વાસના બદલે અસલામતી જન્મી શકે. અને તેને પોતાની ક્ષમતા કરતાં માતા-પિતાની સ્વીકૃતિ મેળવવાની વધુ ચિંતા થવા લાગે.

બીજી તરફ,

અમિતાભનો અભિગમ પણ વિચારવા જેવો છે. તેમનું કહેવું કે બાળકને ઘરની બહાર સ્પર્ધા, સરખામણી, નિષ્ફળતા અને ટીકાનો સામનો કરવાનો જ હોય છે. જો ઘરમાં પણ તેને સતત પોતાની જાતને સાબિત કરવી પડે, તો તેને સુરક્ષિત લાગણીનો અનુભવ ક્યાંથી મળશે?


તો પછી આદર્શ પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ?

આ બંને અભિગમ વચ્ચેનો સંતુલિત માર્ગ અપનાવવો જોઈએ.

1. બાળકને એ અહેસાસ થવો જોઈએ કે તેનું મૂલ્ય તેની સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. તેના કામની સમીક્ષા તેની વ્યક્તિગત ઓળખની સમીક્ષા નથી.
2. ટીકા નહીં, રચનાત્મક પ્રતિસાદ આપવો. 'તેં આ કામ બરાબર ન કર્યું' એવું કહેવાને બદલે 'આ ભાગમાં તું વધુ સારું કરી શક્યો હોત, ચાલ આપણે સમજીએ કે કેવી રીતે' કહેવું વધુ ઉપયોગી છે.
3. બાળકની સફળતાની સાથે તેના પ્રયત્નો, શીખવાની તૈયારી અને નિષ્ફળતામાંથી બહાર આવવાની હિંમતની પણ કદર થવી જોઈએ.
4. બાળકને પોતાની પસંદગીનું જીવન જીવવાની (ભૂલો કરવાની) અને પોતાની રીતે સફળતા નક્કી કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ.

માતા-પિતાનું કામ બાળકને દુનિયાની ટીકાઓ સામે ઢાલ પૂરી પાડવાનું નથી, પરંતુ ટીકાઓ વચ્ચે પણ પોતાનામાં વિશ્વાસ જાળવી શકે એવું મજબૂત બનાવવાનું છે.

બાળકને વ્યવસાયિક રીતે સફળ બનાવવો એ પેરેન્ટિંગની સફળતા નથી. તેને એક આત્મવિશ્વાસુ, સંવેદનશીલ અને ખુશ વ્યક્તિ બનાવવી એ પણ એટલું જ મહત્ત્વનું છે.

કદાચ સૌથી સુંદર પેરેન્ટિંગ એ છે કે બાળકને ક્યારેક પિતાની સલાહની જરૂર પડે, ક્યારેક તેમની પ્રેરણાની અને ક્યારેક માત્ર એટલી ખાતરીની કે "તું નિષ્ફળ જઈશ તો પણ હું તારી સાથે જ છું."

*Happy Morning*
❤6